આ છે આપણી નબળાઈ. અને એટલે જ દેશવિરોધીઓ, દેશને તોડનારા કાયમ માટે ફાવી જાય છે.
જ્યારે દેશ આવી કપરી પરિસ્થિતિમાંથી પસાર થાય છે, ત્યારે અમુક લોકોને સાથે રહેવાને બદલે દોષારોપણ કરવામાં જ રસ છે. અંગ્રેજોએ જે બીજ રોપેલા હતા - ભાગલા પાડો અને રાજ કરો - એ આજે પણ એવા જ છે. નહીં સુધારો આવે.
મોદી, ભાજપ ટકે કે ન ટકે, પરંતુ ભારત પણ ન રહે એવા કેમ સપના છે? લોહી કેમ નહીં ઉકળતું હોય આવા વિચારો સાથે પણ?
આપણે આપણા દેશને ચીન થી આગળ વધારવો છે. ત્યાં દેશ વિરોધીઓની શું હાલત થાય છે એ તપાસ કરી લો.
ઇઝરાયેલની હાલત પણ આપણા જેવી જ છે. પણ ત્યાંનો વિપક્ષ, ત્યાંની પ્રજા સત્તામાં રહેલા પક્ષના સમર્થનમાં જ હોય છે. કાયમ. આપણે કેમ ન રહી શકીએ?
સુરક્ષા એજન્સીઓની, વડાપ્રધાનની, ગૃહમંત્રીની નબળાઈઓ ગણાવવા વાળા એ નહીં બોલે કે ભારતમાં જ રહેલા અને ભારતનું જ ખાવા વાળા રોજ ઉઠીને ભારતને જ બાળવાના સપના સેવે છે, અને જ્યારે આંગળી ચીંધાય ત્યારે “અમારી દેશભાવના માટે સવાલ ન કરો” ના રોદણાં ચાલુ થઈ જાય છે.
કેમ આવા નકલી દેશપ્રેમ સામે સવાલ નથી કરી શકાતો? કેમ એવા લોકોને કાયદામાં નથી લાવી શકાતા? ક્યારે સમજશે પેલા “ગંગા-જમુની તહજીબ” વાળા લોકો?