એ નથી હોતા કોઈ આકારમાં
હોય છે તો હોય છે અણસારમાં
કાલ માટે થોડું બાકી રાખજો
ના વિચારો આટલું અત્યારમાં
વાત અંદરની તો જાને છે બધા
તોય રહેવાનું ગામે છે ભારમાં?
એકલો ઉગે નહીં તો શું કરે?
આ સૂરજને કઈ નથી ઘરબારમાં!
કાયમી વસવાટ છે મારું સ્મરણ
લો, પધારો આપના દરબારમાં
અંકિત ત્રિવેદી
follow for more..
#gazal #poetry #kaviankittrivedi #instamood #instagram #literature
Jul 16, 2025 · 2:38 AM UTC

