કરે છે શું નવાજુની? ઘણા દિવસે મળે છે તું...
ગઝલ તારા વગર સુની, ઘણા દિવસે મળે છે તું...
લખેલું હોય તો સંભળાવ થોડી આપ-લે કરીએ
અસર છે ને હજુ લૂની! ઘણા દિવસે મળે છે તું...
તને મળજે,તરત પાછો જરા સંભાળીને વળજે
વિષય છે ગેરકાનૂની, ઘણા દિવસે મળે છે તું...
અતિ ઉત્સાહમાં ભૂલી ન જા,હું ચેતવી રાખું
હવાઓ તો બધે ઊની, ઘણા દિવસે મળે છે તું...
સ્વયંભૂ કોડિયાં વિના પ્રગટશે જોઈ લેજે તું
જરૂરત નહીં પડે રૂની, ઘણા દિવસે મળે છે તું...
અંકિત ત્રિવેદી
#ghazalsamrat #kaviankittrivedi